Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Hotel negligence exposed on Raksha Bandhan festival near Bardia in Dwarka

VIDEO: Dwarkaમાં બરડિયા પાસે રક્ષાબંધન પર્વ પર હોટલમાં એક્સપાયર બ્રેડથી સેન્ડવીચ બનાવતા હોબાળો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં હોટલ સંચાલકો લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હોટલોની બેદરકારી સામે આવી હતી. દ્વારકાના બરડિયા પાસે આવેલી હોટલની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બ્રાન્ડના નામે બમણા રૂપિયા ઉઘરાવતા સંચાલકો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. એક્સપાયર થયેલા બ્રેડ વાપરીને સેન્ડવીચ બનાવતા ગ્રાહકે આ અંગે ધ્યાન દોર્યું હતું.

App Store

જો કે, સેન્ડવીચ બનાવવાનું ચાલુ રાખતા આખરે ગ્રાહકે હોબાળો કર્યો હતો. ત્રણ દિવસ અગાઉ એક્સપાયર થયેલી બ્રેડ વાપરીને સેન્ડવીચ બનાવવામાં આવી રહી હતી. જેથી યુવકે આ અંગે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. તહેવાર તાણે હોટલ સંચાલકો પૈસા બમણા લેવાનું અને એક્સપાયર થયેલી સામગ્રી વાપરવાનું વલણ રાખી ગ્રાહકોને છેતરવાની વૃત્તિ રાખે છે.