VIDEO: ઉપલેટામાં વરસાદી પાણીમાં ખરાબ રસ્તાના કામના લાખોના બિલ ચુકવાના આદેશનો વિરોધ શરૂ
VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીમાં ખરાબ રોડ-રસ્તાના કામના લાખોના બિલો ચુકવવાના આદેશનો વિરોધ શરૂ થયો છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા બે જુદાજુદા બિલો ચુકવવાના માટેના હુકમ કરાતા તર્ક વિતર્ક શરૂ થયા છે. કારણ કે, 60 લાખ રૂપિયાના બિલ ચુકવવા માટે પ્રમુખે આદેશ કરાતા નગરપાલિકા સદસ્ય દ્વારા મુખ્ય અધિકારીને બિલ ન ચૂકવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સદસ્ય દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના કમિશનરને કલમ-258 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત ચીફ ઓફિસરનો સંપર્ક કરતા આ મામલે જે કાંઈ કાયદેસરની કાર્યવાહી થશે તે કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે.
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનો મીડિયાએ સંપર્ક કરતા કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પ્રમુખ દ્વારા ચાલતી પકડવામાં આવી હતી. પ્રમુખ દ્વારા કરાયેલા હુકમ મામલે મીડિયાએ સંપર્ક કરતા સરકારી ગાડીમાં બેસીને બેસણામાં જવાનું છે તેવું કહી ચાલતી પકડતા પ્રમુખની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરાયેલા 60 લાખના હુકમની અંદર ભ્રષ્ટાચાર અને મિલીભગત કરી બીલો ચૂકવવાનો હુકમ કરાયો હોવાની માહિતી સામે આવી રહી છે

