VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સિલ્ક મિલ્સમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સિલ્ક મિલ્સમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે…જેમાં ભાગીદારી સંબંધિત ગેરરીતિઓના આરોપો ઉઠ્યા છે. એક ભાગીદારે આક્ષેપ કર્યો છે કે તેમને ગેરકાયદેસર રીતે પાર્ટનરશિપમાંથી બહાર કરવામાં આવ્યા છે..પીડિતનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે, જેમાં તેમની જાણ બહાર કાર્યવાહી હાથ ધરાઈ હતી..પીડિત છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ન્યાય માટે ભટકી રહ્યા છે. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશનર કચેરી, GST વિભાગ, હાઈકોર્ટ અને વડાપ્રધાન કચેરી સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી છે. ફરિયાદી અનુસાર અત્યાર સુધી તેઓ દ્વારા ઓછામાં ઓછા છ વખત સત્તાવાર અરજી કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી અથવા નિવારણ મળ્યું નથી.

