VIDEO: સુરતમાં તિરંગા માટે સ્વદેશી દોરાનો ઉપયોગ
સોર્સ : gstv
સુરતમાં હર ઘર તિરંગા અભિયાનને લઈને તિરંગા બનાવવાની કામગીરીમાં તેજી આવી છે. તિરંગા માટે હવે મેડ ઈન ઈન્ડિયા દોરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વાતંત્ર્ય દિવસ નજીક આવતા નાના વેપારીઓ પાસે તિરંગાના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓ દ્વારા વિવિધ કદના તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે તિરંગા બનાવવાની કામગીરીથી નાના વેપારીઓને પણ સારો વેપાર મળવાની આશા છે. ફ્લેગ ટ્રેડર પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે આ વર્ષે તિરંગાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં તિરંગા બનાવવાની પ્રક્રિયા અને સ્વદેશી દોરાના ઉપયોગના દૃશ્યો સામે આવ્યા છે. વેપારીઓ આગામી દિવસોમાં વધુ ઓર્ડરની અપેક્ષા રાખી રહ્યા છે.

