VIDEO: વડાપ્રધાન મોદીના જન્મદિવસે અનોખી પહેલ: ફૂટપાથના બાળકોને કરાવ્યો વીઆઈપી અનુભવ
સોર્સ : gstv
વડાપ્રધાન મોદીના જન્મદિવસે હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા ફૂટપાથ અને રસ્તા પર જીવન વિતાવતા બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અનોખા પ્રયાસ હેઠળ બાળકોને લક્ઝરી કારમાં બેસાડી શોરૂમમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે પોતાની પસંદગીના નવા કપડાં અને શૂઝ ખરીદ્યા હતા….બાળકોએ ફાઉન્ડેશનની ઓફિસમાં આરતીનો લહાવો લઈ પિયુષ દેસાઈ સાથે પ્રેમભર્યા ભોજનનો આનંદ માણ્યો હતો. દિવસ દરમિયાન બાળકોને થિયેટરમાં ફિલ્મ બતાવાઈ હતી અને કેફેમાં ખાસ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ હૃદયસ્પર્શી પહેલ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવી વડાપ્રધાનનો જન્મદિન યાદગાર બનાવવામાં આવ્યો હતો.

