VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષ નિમિત્તે અમદાવાદમાં યોજાશે ભવ્ય ‘સેવા-સંકલ્પ’ અભિયાન
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષોની ઉજવણી અંતર્ગત અમદાવાદ શહેરમાં ‘સેવા અને સંકલ્પ અભિયાન’ હેઠળ અનેક દિવ્ય અને આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ૧૦૦૦ સફાઈ કામદારો સાથે ભવ્ય સંધ્યા આરતી કરશે. આ ઉપરાંત કાંકરિયા લેક ફ્રન્ટ પર ૧.૨૫ લાખ, અટલ બ્રિજ પર ૭૬,૦૦૦ અને શહેરના તમામ ૪૮ વોર્ડમાં કુલ ૪.૮૦ લાખ દીવડા પ્રગટાવી ‘આશીર્વાદનો દીવડો’ પ્રજ્વલિત કરાશે. સમગ્ર શહેરમાં રોશનીથી ઝળહળતા આ મહોત્સવ સાથે ૧૦ સ્થળોએ રક્તદાન કેમ્પ અને ૧૪ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પથી જનસેવા અપાશે.

