VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી 'હરિત ઘર - સ્વસ્થ સમાજ' ઝુંબેશ
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિનની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘હરિત ઘર - સ્વસ્થ સમાજ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને આ પર્યાવરણલક્ષી અને સ્વાસ્થ્યવર્ધક ઝુંબેશનું વિધિવત લોન્ચિંગ કર્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ઘરમાં છોડ અને વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાનો તથા સમાજમાં આરોગ્યપ્રદ જીવનશૈલી માટે જાગૃતિ ફેલાવવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વ અને તેમના હરિયાળા ભારત બનવાના વિઝનને બિરદાવતા નાગરિકોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું.

