Suratમાં અસામાજિક તત્વોનો ત્રાસ, બે ઈસમોએ RTO ઇન્સ્પેક્ટર સાથે કરી મારામારી
સોર્સ : GSTV
સુરત શહેરમાં ફરીએકવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં મોપેડ પર આવેલા બે ઈસમોએ સામાન્ય વાત પર સુરતના RTO ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરી હતી અને મારામારી પણ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ગાડી ઓવરટેક કરવા બાબતે મોપેડ પર આવેલા બે ઈસમો સાથે RTO ઇન્સ્પેક્ટરની માથાકૂટ થઈ હતી. વાત વણસતાં આ અસામાજિક તત્વોએ આવેશમાં આવીને RTO ઇન્સ્પેક્ટર સાથે મારામારી પણ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હુમલાનો ભોગ બનેલા RTO ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પાલ પોલીસ સ્ટેશનમાં આ બે ઈસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને CCTV ફૂટેજ પોલીસને સુપરત કર્યા છે.

