VIDEO: પત્નીની મશ્કરી કરવા બાબતે પાંડેસરામાં યુવકની પાઇપના ફટકા મારી હત્યા કરનાર બે ઝડપાયા
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચારભર્યા મામલાનો સુરત ક્રાઈમ બ્રાન્ચે સક્સેસફુલ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા વિજયબહાદુર રામબિલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહાર નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મન્ટુ રામબિલાશ ઠાકુરે આરોપી બ્રિજેશને તેની પત્ની ભાગી ગઈ હોવા અંગે વારંવાર ઠેકડી અને મશ્કરી કરી હતી, જેના કારણે ઉશ્કેરાયેલા આરોપીઓએ રોષે ભરાઈને મન્ટુ પર લોખંડના પાઇપના આડેધડ ફટકા મારીને તેની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.

