Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Bloody end in Patan husband wife or wo, wife pushed into canal, killed

VIDEO: પાટણમાં પતિ પત્ની ઓર વો માં લોહિયાળ અંત કેનાલમાં ધક્કો મારી પત્નીની હત્યા

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણના ચંદ્રમણા ગામમાં 'પતિ, પત્ની ઓર વો' ના ચક્કરમાં પવિત્ર સંબંધને કલંકિત કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિ સકતાજી ભેમાજી ઠાકોરને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરમાં રોજ કંકાસ થતો હતો. આ રોજના ઝઘડાથી પીછો છોડાવવા પાપી પતિએ પોતાના મિત્ર કિસન ઠાકોરની મદદ લઈ પત્નીને કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, હત્યા કર્યા બાદ પસ્તાવો થતાં પતિએ પોતે જ પત્નીના કુટુંબીજનો અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ પાટણ તાલુકા પોલીસે પત્નીની હત્યાના ગુનામાં સકતાજી ઠાકોર અને તેના મિત્ર કિસન ઠાકોર વિરૂદ્ધ મર્ડરનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store