VIDEO: સુરતમાં નવરાત્રી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સોર્સ : gstv
સુરતમાં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. શહેરમાં 25 કોમર્શિયલ, 9 નોન-કોમર્શિયલ ગરબા અને રાવણ દહન માટેની બે અરજીઓ મળી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા 15 DCP, 20 ACP, 60 PI અને 158 PSI સહિત પોલીસકર્મીઓનો મોટો કાફલો તહેનાત રહેશે. ગરબા સ્થળોએ 2800 પોલીસકર્મીઓ, SRPની ત્રણ કંપની, 1500 હોમગાર્ડ અને 1400 TRB જવાનો બંદોબસ્ત સંભાળશે. મહિલાઓની સુરક્ષા માટે આશરે 40 SHE ટીમો તહેનાત રહેશે, જ્યારે ડ્રોન અને AI કેમેરાથી ભીડ પર નજર રાખવામાં આવશે. ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા અને સોશિયલ મીડિયા પર પણ પોલીસની ચાંપતી નજર રહેશે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.

