VIDEO: સુરતમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, કાર્યકરોની અટકાયત
સોર્સ : gstv
ગુજરાતના સુરત શહેરમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણની ઘટના સામે આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી નજીક જોરદાર સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન દેખાવકારોએ પોલીસ વાહનનો રસ્તો રોકવાનો પ્રયાસ કરતાં સ્થિતિ વધુ વણસી હતી અને પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘર્ષણ બાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિરોધ કરી રહેલા અનેક કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

