Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : SOG and Food and Drugs Department raid in Surat, lakhs of narcotics seized

VIDEO: સુરતમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, લાખોની નશાકારક દવાઓ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી "નો ડ્રગ્સ ઇન સુરત" અભિયાન અંતર્ગત SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. સલાબતપુરાના માનદરવાજા વિસ્તારમાં આવેલી હળપતિ કોલોની, ૮૦ ફૂટ રોડ પર "સ્મીત સાંઇ" અને "દારૂવાલા શિવશક્તિ" નામના બે મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નિયમોનું ઉલ્લંઘન કરીને વેચાતી ૧૮ હજાર ૩૧૬ નંગ પ્રતિબંધિત નશાકારક ટેબ્લેટ્સ અને કોડીન સીરપની ૩ બોટલો જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ કિંમત આશરે  ૨ લાખ ૭5 હજારથી વધુ આંકવામાં આવી છે. ગેરકાયદે નશાકારક દવાનું વેચાણ કરનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati NewsSURATDRUGS