VIDEO: સુરતમાં ડ્રગ્સ કેસમાં સ્પેશ્યલ NDPS કોર્ટે બે આરોપીઓને ૧૫ વર્ષની સજા ફટકારી
સોર્સ : gstv
સુરત SOG દ્વારા જહાંજીરપુરા વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના ચર્ચિત કેસમાં સ્પેશ્યલ NDPS કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. ૧૮ મે ૨૦૨૫ના રોજ બાતમીના આધારે પકડાયેલા ૧૨૯.૫૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત ₹૧૨,૯૫,૮૦૦ હતી, તે કેસમાં બંને આરોપીઓને ૧૫ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે જેલની સજાની સાથે બંને આરોપીઓને પ્રત્યેક ₹૧,૫૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં ડ્રગ્સ સાથે પકડાયેલા સુફીયાન ઉર્ફે શીબુ શેખ અને જથ્થો મંગાવનાર મોહમ્મદ રીઝવાન ઉર્ફે ઉસ્તાદ બોમ્બેવાલા સામે કાર્યવાહી કરાઈ હતી. સરકારી વકીલ દિપેશ દવેની સચોટ દલીલો અને પોલીસની ફોરેન્સિક ચાર્જશીટને આધારે કોર્ટે આ કડક સજા સંભળાવી છે.

