VIDEO: મેરિયટ હોટેલની કૂકીઝમાંથી લાકડાનો અણીદાર ટુકડો નીકળતા ગ્રાહકે SMCમાં લેખિત ફરિયાદ કરી
સોર્સ : gstv
૨૯ ઓગસ્ટની મોડી રાત્રે જાણીતી મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ગુણવત્તાને લઈને મોટી બેદરકારી સામે આવી છે. અહીં એક ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝમાંથી અચાનક મોંમાં અણીદાર લાકડાનો ટુકડો આવતા તે ગંભીર ઈજા થતાં માંડ બચ્યા હતા. આ ચોંકાવનારી ઘટના અંગે હોટેલ મેનેજમેન્ટે પોતાની ભૂલ તો સ્વીકારી લીધી હતી, પરંતુ કેમેરા સામે કે લેખિતમાં કોઈ પણ નિવેદન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પોતાના સ્વાસ્થ્ય સાથે થયેલા આ ચેડાં બાદ ગ્રાહકે સમગ્ર મામલે SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકોએ આ પ્રકારની પ્રતિષ્ઠિત હોટેલ સામે ભ્રષ્ટાચાર વિના કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

