Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : textile market was brought under control in 30 hours

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાકે આવી કાબૂમાં, 400થી વધુ દુકાનો ખાક થતા 300 કરોડથી વધુનું નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાકે આવી કાબૂમાં, 400થી વધુ દુકાનો ખાક થતા 300 કરોડથી વધુનું નુકસાન!

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં બાદ લાગેલી આગ બેકાબૂ બની હતી. ફાયરબ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે આગ લાગ્યાના 30 કલાકથી વધારે સમય વિત્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. 

App Store

400થી વધુ દુકાનો ખાક

800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાંથી 400થી  જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શહેરભરના ફાયરબ્રિગેડ દોડી આવ્યા

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે.  ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બારડોલી, નવસારી,  સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.

નવસારીથી ટેન્કર મંગાવાયા

ભયાનક આગને લીધે કાવર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેન્કરો મંગાવાયા હતા. 3500 લીટર અને 10,000 લીટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ છે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે.