VIDEO: Suratના સિવણ ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા, આકરણીના બદલામાં લીધા રૂપિયા
સોર્સ : GSTV
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે ૭૦૦૦/- લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત ભરતભાઇ નાથુભાઇ ચૌધરી ઉ.વ.૪૫ તલાટી કમમંત્રી વર્ગ-૩, સિવાણગામ, ગ્રામ પંચાયતની કચેરી અને પ્રગતિબેન D/o યોગેશભાઇ વિનુભાઇ પટેલ, કોમ્પ્યુટર ઓપરેટરને મળતા હેતુલક્ષી વાતચીત કરી એકબીજા ની મદદગારી કરી લાંચની રકમ સ્વીકારી બંન્ને આક્ષેપિતો રૂ.૭૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતાં સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.એસીબીએ હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

