Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bus crashes into road after driver loses control

VIDEO: Suratમાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ અથડાઈ, મુસાફરોના જીવ થયાં અધ્ધર

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ગંભીર BRTS અકસ્માતની ઘટના સામે આવી છે. દક્ષેશ્વર પાસે BRTS બસનો સ્ટેરીંગ ડ્રાઇવરે ગુમાવતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે મોટા અકસ્માતને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં સદનસીબે કોઈ જાનહાની થતી અટકી ગઈ. બસમાં મુસાફરો ભરેલા હોવા છતાં, તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. બસને ભારે નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના અંગેની વધુ તપાસ શરૂ કરી છે. શહેરના BRTS માર્ગ પર આવું દુર્ઘટનાગ્રસ્ત બનાવ સર્જાવું ચિંતાનો વિષય છે અને અધિકારીઓ દ્વારા બસના ટેકનિકલ તબક્કા અને ડ્રાઇવરની ભૂલ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:suratbrtsaccident