VIDEO: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, સિક્યુરિટી ગાર્ડે એમ્બ્યુલન્સના ટાયરમાંથી હવા કાઢી નાખી
સોર્સ : gstv
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં સુરક્ષાકર્મીની જોહુકમી સામે આવતા હોબાળો મચ્યો હતો. હોસ્પિટલ ખાતે દર્દીને લઈને આવેલી એક ખાનગી એમ્બ્યુલન્સ પાર્ક કરેલી હતી, તે દરમિયાન ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડે એમ્બ્યુલન્સના ટાયરમાંથી હવા કાઢી નાખતા મામલો બિચક્યો હતો. પોતાની ગાડીની હવા કાઢેલી જોઈને ડ્રાઇવરનો પિત્તો છટક્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

