VIDEO: Surat / તરસાડીના મહારાણા પ્રતાપ લેક ગાર્ડનમાં મોડી રાત્રે ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
સોર્સ : GSTV
કોસંબાના તરસાડી નગરમાં આવેલ મહારાણા પ્રતાપ લેક ગાર્ડનમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગાર્ડનના તળાવના ભાગમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરામાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

