VIDEO: Suratમાં લોહિયાળ ખેલ; ક્રિકેટ રમતા યુવકો પર કુહાડી-ચપ્પુથી હુમલો, લોકોમાં ભારે રોષ
સોર્સ : GSTV
સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલી લોહિયાળ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પર પહોંચી ગુસ્સો ઠાલવ્યો હતો. આંબેડકર નગર વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ અને કુહાડીથી હુમલો થયો હતો.બોબી નામના યુવક પર ચપ્પુ અને કુહાડીથી હુમલોના વિરોધમાં સ્થાનિકોએ હોબાળો કર્યો. સુરતમાં કથળતી કાયદા વ્યવસ્થા સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો.પોલીસે લોકોને સમજાવી આક્રોશ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

