VIDEO: સુરત : રથયાત્રા પૂર્વે જ એક જ દિવસમાં બે મર્ડર, ઉધનામાં જૂની અદાવતમાં યુવકની હત્યા!
સોર્સ : gstv
સુરત શહેરમાં રથયાત્રાના પર્વ પૂર્વે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ડિંડોલી બાદ હવે ઉધના વિસ્તારમાં પણ હત્યાની ઘટના સામે આવી છે, જેનાથી એક જ દિવસમાં બે મર્ડર થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉધના રોડ નં. 9 પર આવેલા અશોક સમ્રાટ નગરમાં જૂની અદાવતને લીધે બે ઇસમો વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે સામસામે જીવલેણ હુમલો થયો હતો.આ લોહિયાળ ખેલમાં ગંભીર રીતે ઘવાયેલા વિકી નામના યુવકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે જાવેદ નામનો અન્ય યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તહેવાર ટાણે જ બનેલી આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

