Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat Police's 'Operation Rambo', Over 100 Deadly Chappas Seized

VIDEO: સુરત પોલીસનું ‘ઓપરેશન રેમ્બો’, 100થી વધુ ઘાતક ચપ્પા જપ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી રથયાત્રા અને તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન રેમ્બો’ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ અણીદાર ચપ્પા અને ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ અને ડ્રેગન નાઇફ જેવા હથિયારો સાથે 70થી વધુ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ અને રિટેલ શોપમાંથી મળેલી માહિતીના આધારે ગુપ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હથિયારોના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store