VIDEO: સુરત / SBIમાં બનેલી લૂંટની ઘટનાનો મામલો, સ્ટાફ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ નિરીક્ષણ માટે પહોંચ્યા
સોર્સ : gstv
સુરતમાં એસબીઆઈ બેંકમાં બનેલી લૂંટની ઘટનાને લઈને ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમણે ઘટનામાં સુરક્ષાની ગંભીર ખામીઓ સામે આવ્યાનો ઉલ્લેખ કર્યો. બેંકમાં પરમેનેન્ટ ગાર્ડ ન હોવો અને કેશ હેન્ડલિંગ પ્રાઇવેટ કંપની દ્વારા થતું હોવું મોટી બેદરકારી ગણાઈ. લૂંટારૂઓએ પૂર્વ રેકી કરી કેશ આવવાનો સમય જાણી કાર્યવાહી કરી હતી. સ્ટાફ અને ગ્રાહકોને બાંધી રાખી લૂંટ ચલાવવામાં આવી હતી. આલારામ સિસ્ટમ અંગે સ્ટાફ અજાણ હોવાનું પણ સામે આવ્યું. છતાં સ્ટાફે હિંમત દાખવી ગોલ્ડ સેફની ચાવી આપી ન હતી. સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ ઉઠી છે.

