VIDEO: સુરત: અલથાણમાં બાળક પર હુમલો કરનાર વર્ધાન શાહ સામે પોલીસ ફરિયાદ
સોર્સ : gstv
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રાજહંસ સિન્ફોનીયા સોસાયટીમાંથી બાળક પર હુમલો કરનાર વર્ધાન શાહ સામે પોલીસ ફરિયાદદાખલ કરવામાં આવી છે...સોસાયટીના કિડ્સ ઝોનમાં રમતી વખતે ભૂલથી દડો અન્ય બાળકીને વાગી જતાં વિવાદ સર્જાયો હતો. આ બાબતે ઉશ્કેરાઈને સોસાયટીમાં જ રહેતા વર્ધાન અમરીશ શાહ નામના શખ્સે ૯ વર્ષના માસૂમ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ બાળકને મોઢા પર ૫ થી ૬ લાફા મારી નીચે પાડી દીધો હતો, જબરદસ્તીથી માફી મંગાવી હતી અને જાતિવિષયક અપમાનજનક શબ્દો પણ કહ્યા હોવાનો આરોપ છે... ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ બાળકની પ્રોફેસર માતાની ફરિયાદના આધારે અલથાણ પોલીસે આરોપી વર્ધાન શાહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

