Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Collectorate of over 1500 workers fiercely opposes pay hike and rights

VIDEO: સુરત: પગાર વધારા અને હક્કો માટે 1500થી વધુ કામદારોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં વિવિધ કારખાનાના 1000થી 1500 જેટલા કામદારોએ 12-12 કલાક કામ કરાવી શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ ઉગ્ર મોરચો કાઢી SDMને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્કરોએ પગાર વધારો, ગ્રેચ્યુઈટી અને PF સહિતના લાભો આપવા માંગ કરી છે. કલેક્ટર ગેરહાજર હોવાથી સોમવારે યુનિયનને રૂબરૂ મળવાનું આશ્વાસન મળ્યા બાદ પણ કામદારો વિરોધ પર મક્કમ રહેતાં ઉચ્ચ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. યુનિયને ઘર્ષણ ટાળી શાંતિપૂર્ણ લડતની અપીલ કરી કામદારોને પરત મોકલ્યા હતા. સોમવારે ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળ અને ચક્કાજામ જેવા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

App Store