VIDEO: સુરત: મહિધરપુરામાં કાપડની દુકાનમાંથી ₹10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારી ઝડપાયો
સોર્સ : gstv
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાંથી ₹10 લાખની રોકડ રકમની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. બેગમવાડી સ્થિત મિલાન ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી 'રબ્બાની ફેબ્રિક્સ' નામની દુકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરે બાથરૂમની પાછળની લોખંડની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કેશ કાઉન્ટર તોડી અંદર રાખેલા આશરે 10 લાખ રોકડા ચોરીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં મહિધરપુરા પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ જ દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા 26 વર્ષીય સમીર જમાલ અન્સારીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલી સંપૂર્ણ 10 લાખની રકમ રિકવર કરી લીધી છે

