VIDEO: સુરત: ટ્રાફિક જમાદારની સમયસર સીપીઆરની કામગીરીથી એક વ્યક્તિનો જીવ બચ્યો
સોર્સ : gstv
સુરતના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જમાદાર પરેશ માળીની ચપળતાથી એક વ્યક્તિનો જીવ બચી ગયો છે....ડ્યુટી દરમિયાન અચાનક રસ્તા પર બેભાન થઈને ઢળી પડેલા વ્યક્તિને જોઈ જમાદારે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી. એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેમણે પોતાની તાલીમ મુજબ CPR સહિત પ્રાથમિક સારવાર આપી.તેમની સમયસૂચક કામગીરીના કારણે વ્યક્તિને ભાન આવ્યું અને તેની તબિયત સ્થિર થઈ... બાદમાં ૧૦૮ની ટીમે વ્યક્તિને તેના પરિવારજનોને સોંપ્યો....જમાદાર પરેશ માળીના માનવતાપૂર્ણ વર્તનની વાહવાહી થઈ રહી છે.

