VIDEO: સુરત: ખાડી પૂર પછી પાલિકાએ ડ્રોન સર્વે કાર્યવાહી કરી
સોર્સ : gstv
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાડી પૂરની સમસ્યા વર્ષોથી ચાલુ છે, ત્યારે હવે પાલિકા અધિકારીઓએ પાંચ વર્ષ પછી કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ ડ્રોનની મદદથી ખાડી વિસ્તારનો નજારો જોયો અને સર્વે કર્યો.સૌથી વધુ અસરગ્રસ્ત સારોલી ગામથી સર્વે શરૂ કરીને ૧૦થી ૧૫ ફૂટ પાણી ભરાયેલા વિસ્તારોના ફોટોગ્રાફ્સ લેવાયા. છેલ્લા ૧૫ દિવસમાં બે વખત ખાડીના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા, જેનાથી લાખો નાગરિકો હેરાન થયા છે.અત્યાર સુધી અનેક સર્વે અને સમિતિઓ બનાવવામાં આવી છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. DPR માટેના સર્વે પછી પણ પરિણામની રાહ જોવી પડશે

