VIDEO: સુરત:હજીરા ONGC પાસે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૨૯ લોકોને ઇજા
સોર્સ : gstv
સુરતના હજીરામાં ONGC કંપની પાસે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી એક ટ્રકની પાછળ L&T કંપનીની બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરને કારણે બસમાં સવાર ૨૯ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.અકસ્માત બાદ તુરંત જ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે L&T કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

