VIDEO: સુરત: બિલ્ડર ફૈસલ ફટ્ટા હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ૧૦ લાખની સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર ઝડપાયા
સોર્સ : gstv
સુરતના ચોક બજાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા ફટ્ટાની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બે મોપેડ પર આવેલા હુમલાખોરોએ બ્રિજ પર તેમને આંતરીને ચપ્પુના ૧૯ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે મુબો પટેલે આ હત્યા માટે ૧૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને અઠવાડિયા અગાઉ ૧ લાખ રૂપિયા એડવાન્સ લઈને રેકી કરવામાં આવી હતી. ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરી ચારેય કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે.

