VIDEO: સુરત: તિરંગા યાત્રાના નિમંત્રણ પર સોશિયલ મીડિયામાં મેયરની આકરી ટીકા!
સોર્સ : gstv
સુરત મહાનગરપાલિકાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર મેયર માયાબેન માવાણી દ્વારા 'તિરંગા યાત્રા'નું નિમંત્રણ આપતો વીડિયો અપલોડ કરવામાં આવતાની સાથે જ વિવાદ શરૂ થયો છે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં સુરતીઓએ મેયરની આકરી ટીકા કરી છે. નાગરિકોએ સવાલ ઉઠાવ્યો છે કે તિરંગા યાત્રા સામે કોઈ વાંધો નથી, પરંતુ માધ્યમિક શાળાઓમાં રજા કેમ રખાઈ રહી છે અને ચાલુ શાળાએથી શિક્ષકોને બોલાવાતા બાળકોના અભ્યાસનું શું થશે? આ ઉપરાંત, અનેક યુઝર્સોએ કટાક્ષ કરતા કહ્યું કે બેન, તમે પહેલા બિસ્માર રોડ-રસ્તાઓ પર ધ્યાન આપો અને ક્યારેક 'સ્કૂલ યાત્રા'નું પણ આયોજન કરો જેથી બાળકોની પરેશાની સમજી શકાય. વરાછા રૂટ રાખવા બાબતે પણ મેયરને ઘેરવામાં આવ્યા હતા. શહેરના નાગરિકોએ શિક્ષણ વ્યવસ્થા અને ખરાબ રસ્તાઓ મુદ્દે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો છે.

