VIDEO: SURAT / 'પતિ-પત્ની ઔર વો' જાહેરમાં બાખડ્યા, પતિ અને તેની પ્રેમિકાએ પત્નીને માર માર્યાનો આક્ષેપ, CCTV સામે આવ્યા
સોર્સ : gstv
સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્ની પર જાહેર રોડ ઉપર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલા આરોપી પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત મુજબ, ઉત્રાણ-મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામે ભોગ બનનાર મહિલા પોતાની એક્ટિવા પર રસ્તો ક્રોસ કરી રહી હતી. તે સમયે તેનો અલગ રહેતો પતિ પ્રવિણ અમરશીભાઈ ગોળકીયા ફોરવ્હીલ ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. 'તું કેમ મારા રસ્તામાં આડી આવે છે' તેમ કહી તેણે પત્નીને જાહેર રોડ પર બિભત્સ ગાળો આપી, ગળદાપાટુંનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઉતરાણ પોલીસે ગુનો નોંધી આરોપી પ્રવિણ ગોળકીયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

