VIDEO: સુરત: પદ્મશ્રી મથુરભાઈ સવાણીની લાલબત્તી, સ્ત્રી-પુરુષ રેશિયોના અસંતુલન વિરુદ્ધ અવિવાહિત યુવાનોને ખાસ હાકલ
સોર્સ : gstv
સુરતમાં સ્ત્રી-પુરુષના રેશિયોમાં સર્જાયેલા અસંતુલનને લઈને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભ્રૂણ હત્યાના કારણે સમાજમાં દીકરીઓની અછત સર્જાઈ હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આજે અનેક યુવાનો લગ્નથી વંચિત રહ્યા છે…આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ૪૦ વર્ષથી વધુ વયના અવિવાહિત યુવાનોને વાંઢાના લિસ્ટમાંથી બહાર નીકળીને દેશસેવા અને રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત થવાની પ્રેરણાદાયી હાકલ કરી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના આવા યુવાનો માટે માનસિક તૈયારીના વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેથી તેઓ સમાજ ઉપયોગી કાર્યોમાં સક્રિય રીતે જોડાઈ શકે.

