Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Another Doctor Commits at New Civil Hospital, Resident Doctor of Anatomy Department Shortens Life

VIDEO: સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડોક્ટરે કર્યો આપઘાત, એનાટોમી ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત નવી સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ હોસ્પિટલના ડિસેક્શન હોલની અંદર ધારદાર વસ્તુથી હાથની નસ કાપીને આપઘાત કરી લીધો છે….ઘટના સમયે તેઓ MBBSના વિદ્યાર્થીઓની પરીક્ષા કન્ડક્ટ કરાવી રહ્યા હતા. ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની બીજી ઘટના બનતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store