VIDEO: સુરત: તહેવાર ટાણે ફૂડ વિભાગ એક્શન મોડમાં
સોર્સ : gstv
આગામી રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને સુરત ફૂડ સેફ્ટી વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે. સુરતીઓ દ્વારા પવિત્ર તહેવારોમાં મીઠાઈ અને માવાનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોવાથી ભાગળ વિસ્તારના માવા બજારમાં દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી. ટીમે સ્થળ પરથી માવાના સેમ્પલ સીલ કરી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનાર માવા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

