VIDEO: સુરતના 'આપ' ઉમેદવાર અને યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. વોર્ડ નંબર ૨૬ ના 'આપ' ઉમેદવાર અને યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે, તેમનો ચહેરો વાપરીને સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

