Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat News: Controversy over Patidar singer's love marriage escalates, father gives statement

Surat News: પાટીદાર ગાયિકાએ પ્રેમ લગ્ન કરતા વિવાદ વધ્યો, પિતાએ આપ્યું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. આ દરમિયાન આરતી સાંગાણીના પિતા સંજયભાઈનું નિવેદન સામે આવ્યું છે. 

App Store

સંજયભાઈએ જણાવ્યું કે, 'પરિવાર વિરોધ કરતો હતો, મેં દીકરીના સપના પૂરા કરવા સપોર્ટ કર્યો. દિકરી પર મેં દીકરો માની આંખ બંધ કરી વિશ્વાસ કર્યો અને મારી સાથે વિશ્વાસઘાત થયો. હાલ જે ઘટના સામે આવી છે તેમાં સમાજ અને પરિવાર માટે ગંભીર બાબત.

તેમણએ વધુમાં કહ્યું કે, 'દીકરી હજુ પાછી આવવા માગતી હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું. સરકાર જે વિચારણા કરી રહી છે તે જલ્દી લાવે તેવું કરો. દરેક સમાજના માતા-પિતા માટે દીકરી વિશ્વાસમાં રહે તે માટે જરૂરી છે. દીકરીએ જે પગલું ભર્યું છે તેના કારણે સમાજ અને પરિવાર દસ દિવસથી દીકરી માટે ચિંતામાં છે. 16 તારીખે દીકરીએ મારી સાથે ભાવનગર મેંદરડા પ્રોગ્રામ પૂરો કરીને બસમાં પરત આવું છું તેવી વાત કરી હતી. અચાનક ફોન બંધ થઈ જતા 17 તારીખે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.'

આ છે સમગ્ર મામલો

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા.

આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. આરતીના લગ્નને લઈ સમાજમાં અને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. પાટીદાર આગેવાનોના કહેવા પ્રમાણે, આરતી સાંગાણી અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે. જેથી સમાજમાં ખૂબ રોષ છે. સોશિયલ મીડિયા પર તેનો સમાજમાંથી બહિષ્કાર કરો અને પટેલ સમાજના કાર્યક્રમમાં ન બોલાવો, એવી ચર્ચા ચાલી રહી છે.