VIDEO: સુરત / સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકોમાં ભારે રોષ
સોર્સ : gstv
સુરતમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો થતાં ઓટો રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા 75 પૈસાનો વધારો કરવામાં આવતા હાલનો ભાવ 83 રૂપિયા 01 પૈસા પહોંચ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવથી રિક્ષા ચાલકોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે CNGના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ભાડામાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. સીએનજી પંપ પર ચાલકોએ સરકાર સમક્ષ ભાવ ઘટાડવાની માંગ ઉઠાવી છે. વધતા ખર્ચથી દૈનિક આવક પર સીધી અસર પડી રહી છે.

