VIDEO: સુરત / ઈબોલા વાયરસના કેસ વધવા મામલે ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ
સોર્સ : gstv
સુરતમાં ઈબોલા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલાના કેસો સામે આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર પારુલ વડગામાએ જણાવ્યું કે ઈબોલા દર્દીઓ માટે સ્પેશિયલ લિફ્ટ, એમ્બ્યુલન્સ, અલગ ઓપીડી, દવાઓ, વેન્ટિલેટર અને મોનિટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ડૉક્ટર અશ્વિન વસાવાને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપાઈ છે. છેલ્લા બે દિવસથી વિવિધ વિભાગોના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સતત તૈયારીઓમાં જોડાયા છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

