VIDEO: સુરત: રાંદેર રોડ પર હીટ એન્ડ રનની ગંભીર ઘટના, કારચાલક અકસ્માત સર્જી ફરાર
સોર્સ : gstv
સુરતના રાંદેર રોડ પર બેજનવાલા કોમ્પ્લેક્સ નજીક એક દર્દનાક હીટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ઇજાગ્રસ્ત યુવકનું કરુણ મોત નીપજ્યું છે. કાર ચાલકે યુવકને ટક્કર માર્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો….બોમ્બે કોલોનીના સ્થાનિક લોકોએ માનવતા વગરના આ કાર ચાલકનો પીછો કર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કારમાં બે અજાણ્યા લોકો સવાર હતા. આ બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

