Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sugar production reduced due to ethanol totally wrong, prices increased due to hoarding by traders: Kamrej Sugar Factory Chairman

VIDEO: ઇથેનોલને કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યાની વાત તદ્દન ખોટી, વેપારીઓની સંગ્રહખોરીના કારણે વધ્યાં ભાવ: કામરેજ સુગર ફેક્ટરીના ચેરમેન

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કામરેજ સુગર ફેક્ટરીના ચેરમેન અશ્વિન પટેલે ખાંડના ભાવ વધારા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇથેનોલના કારણે ઉત્પાદન ઘટવાની વાત ગેરસમજ છે. ભાવ વધારાનું અસલી કારણ વેપારીઓની સંગ્રહખોરી અને કૃત્રિમ સટ્ટાખોરી છે, જેના પર સરકારે કડક નિયંત્રણો મૂક્યા છે. ગુજરાતમાં ભારે વરસાદ, સૂર્યપ્રકાશની અછત અને રખડતા ડુકરોના ત્રાસથી ઉત્પાદન ઘટતાં ખાંડનું ઉત્પાદન 82 લાખ ટનથી ઘટીને 75 લાખ ટન થયું છે. ઓક્ટોબર સુધીમાં 10 લાખ ટન ખાંડની આયાત થતાં કૃત્રિમ ભાવ વધારાનો પરપોટો ફૂટ્યો છે. ઇથેનોલને કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યાની વાત તદ્દન ગેરસમજ હોવાની વાત તેમને કહી. તેમને કહ્યું કે,  સુગર ફેક્ટરી સંચાલકો પર ભાવ અંકુશ માટે સરકાર તરફથી કોઈ દબાણ નથી.ઓક્ટોબર સુધીમાં 10 લાખ ટન ખાંડની આયાત થશે, જેથી બજારમાં ભાવો ધીરે-ધીરે નીચે આવી રહ્યા છે. સૌથી મોટું કારણ સલ્ફરના ભાવમાં પણ ભયાનક ઉછાળો છે... બે વર્ષ પહેલાં 9 હજાર પ્રતિ ટન મળતું સલ્ફરનો ભાવ આજે 1 લાખ 18 ટન પ્રતિ ટન પર પહોંચ્યો છે.

App Store