VIDEO: સુરતના વેસુની ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર રજૂ કર્યા કૃષ્ણલીલાના દ્રશ્યો
સોર્સ : gstv
સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ઠેર-ઠેર ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વેસુ ખાતે આવેલી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીને લઈને વિવિધ અનોખી થીમ તૈયાર કરવામાં આવી હતી. આ ખાસ ઉજવણી માટે વિદ્યાર્થીઓ છેલ્લા ૧૫ દિવસથી ભારે મહેનત કરી રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શ્રીકૃષ્ણ જન્મ, મહાભારત, યમુના લીલા અને માખણચોર સહિતની અલગ-અલગ થીમ પર અદ્ભુત વોક અને પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. શાળા-કોલેજોથી લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં જન્માષ્ટમીના પાવન પર્વને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

