VIDEO: સુરતના ડીંડોલીમાં જાહેરમાં હથિયારો સાથે મારામારી: સીસીટીવીના આધારે ૬ આરોપીઓની ધરપકડ
સોર્સ : gstv
સુરતના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ની રાત્રે જાહેરમાં હથિયારો સાથે કેટલાક ઈસમોએ મારામારી કરીને વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ડીંડોલી પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ૬ જેટલા અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અક્ષય સોનવણે, તુષાર ઉર્ફે ખાજા, પિન્ટુ રાજપૂત, શુભમ ઉર્ફે માલ્યા, ગોલુ બંજારા અને સુમિત કામલેનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

