VIDEO: સુરતના ઉધનામાં દીકરીને મળવા ગયેલા પિતા પર સાળાએ કર્યો જીવલેણ હુમલો
સોર્સ : gstv
સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવક પોતાની દીકરીને મળવા ગયો હતો ત્યારે તેના સાળા સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ દરમિયાન આરોપીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપી સાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના સામે આવતા વિસ્તારમાં પણ ચકચાર મચી છે.

