Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Duplicate Mavo, adulterated sweets seized from Surat's Sarthana

VIDEO: સુરતના સરથાણામાંથી ડુપ્લિકેટ માવો, ભેળસેળયુક્ત મીઠાઈ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં આવતા તહેવાર રક્ષાબંધન પહેલાં જ નકલી માવા અને મીઠાઈનો કાળો કારોબાર સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB, સરથાણા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરે શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટના શેડ પર દરોડો પાડીને કુલ 723 કિલોગ્રામ અખાધ્ય માવો અને મીઠાઈનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત 1.42 લાખથી વધુ થાય છે. આ કેસમાં મૂળ જૂનાગઢના અને હાલ લસકાણા રહેતા આરોપી ભાવેશભાઈ છગનભાઈ વઘાસીયાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 119 કિલો લુઝ માવો, બ્રાન્ડેડ પેકેટ્સ, મોતીચૂરના લાડુ અને વિવિધ બરફી સહિતનો તમામ અખાધ્ય મુદ્દામાલ જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

App Store