VIDEO: સુરતમાં પૈસા આપવાની ના પાડતા પિતા પર પુત્રએ કર્યો જીવલેણ હુમલો, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
સોર્સ : gstv
સુરતના ઉધના વિસ્તારમાં પિતાએ કપડાં ખરીદવા પૈસા આપવાની ના પાડતા પુત્રએ પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની છે. અશોક સમ્રાટ નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોક આગલે પાસે તેમનો 27 વર્ષીય પુત્ર ધીરજ પૈસાની માંગણી કરી રહ્યો હતો, પરંતુ પિતાએ ઇનકાર કરતા ઉશ્કેરાયેલા પુત્રએ રાત્રિના સમયે પિતા પર ચપ્પુના ચાર ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું છે. પરિવારે હુમલાખોર પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

