VIDEO: Surat / દુષ્કર્મ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા કાળુ વઘાસીયાની ધરપકડ; એક મહિનાથી હતો ફરાર
સોર્સ : GSTV
સુરતમાં દુષ્કર્મના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પ્રવક્તા કાળુ વઘાસીયાની લસકાણા પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના બાદથી કાળુ વઘાસીયા છેલ્લા એક મહિનાથી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

