VIDEO : Surat સિવિલમાં આરોગ્ય મંત્રીની મુલાકાતથી દોડધામ, દર્દીઓની સારવાર અને સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
સોર્સ : gstv
રાજ્યમાં વધતા જતા રોગચાળા અને બર્ડ ફ્લૂના ખતરા વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા આજે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રીએ સિવિલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે કેમ્પસની વિઝીટ કરી હતી અને દર્દીઓને મળતી સારવાર અંગે પૃચ્છા કરી હતી. ખાસ કરીને હોસ્પિટલમાં વીજળીની સુવિધા અને ઇમરજન્સી સેવાઓ અંગે તેમણે અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા. રોગચાળાની ગંભીર સ્થિતિને જોતા તંત્રને સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા કડક સૂચના આપી છે. મંત્રીની આ મુલાકાતથી હોસ્પિટલના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

