VIDEO: Surat પોલીસે ઝારખંડના ચકચારી મર્ડર કેસનો ઉકેલ્યો ભેદ; મિત્રની હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટનાર મુખ્ય આરોપી ઝડપાયો
સોર્સ : GSTV
સુરત શહેરની ચોકબજાર પોલીસે ઝારખંડના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામને વેડ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ 25 હજાર રૂપિયાની લેતીદેતીમાં મિત્ર ખાલીક અંસારીની હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટી દીધી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રચાયેલી SITની તપાસમાં કબ્રસ્તાનમાંથી મળેલા માનવ કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવતા મૃતક ખાલીક હોવાનું સામે આવ્યું હતું. ઝારખંડ પોલીસે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી સુરતમાં છુપાયો હોવાનું ખુલ્યું હતું.

